Close

Two Line Shayari – Gujarati

કહેવા અને સમજવા જેવું

તમારી તકલીફ બધા લોકો આગળ ના કહેશો કારણ કે બધા નાં ઘરે
મલમ નથી હોતો પણ મીઠું દરેક ના ઘર માં અવશ્ય હોય જ છે.

===============

” પગ ભીના કર્યા વગર સમુદ્ર ને પસાર કરી શકાય,
પરંતુ….
આંખો ભીની કર્યા વગર જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી !!”

===============

જીવન એ સૌથી મોટી શાળા છે..
કેમ કે..
તમને કયારેય ખબર પડતી નથી કે.. તમે ક્યા વર્ગમાં છો..
અને
હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે.

===============

એ વિચારીને નારાજ ના થતાં કે
કામ મારું અને નામ બીજાનું
કારણ કે…
સદીઓ થી ઘી અને વાટ બળે છે,
પણ લોકો એવું જ કહે છે કે
દિવો બળે છે…

===============

ક્યાં ને કેટલા વળાંકો આવશે કોને
ખબર,
હજી તો રસ્તાઓ સાથે ઓળખાણ
ચાલે છે..!

===============

લખનારા બધું જાણતા નથી,
જાણનારા બધું લખતા નથી,
બસ એ જ તો જિંદગીનું ગણિત છે સાહેબ,
વાચનાર બધુ સમજતા નથી,
અને સમજનાર બધુ વાઁચતા નથી…

===============

ઉંમરના પ્રમાણે ત્વચાની કરચલી ચલાવી લેવી…
પણ
વિચારોને ઈસ્ત્રી દરરોજ કરવી..

===============

હું પણ ક્યારેક તો નથી જ રહેવાનો,
લાવને આજે જ જાણી લઉં મતલબ જીવવાનો…!

===============

એક વાત જિંદગીમાંથી શીખવાની છે*
જો પોતાનાથી નજીક રહેવું હોય તો…. મૌન રહેવું !!
અને જો પોતાનાને નજીક લાવવા હોય તો…. મનમાં ન લેવું !!!!

===============

સંબંધો બનતા રહે એ જ બહુ છે.
બધા હસતાં રહે એ જ બહુ છે…
દરેક જણ.. દરેક સમયે.. સાથે નથી રહી શકતા . . .
યાદ એકબીજાને કરતાં રહે એ જ બહુ છે…

===============

રોટલો કેમ રળવો
તે નહિ પણ દરેક
કોળિયાને મીઠો કેવી
રીતે બનાવવો
તેનું નામ કેળવણી..

===============

પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ,
પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ.

===============

બહુ ભીનુ થવું નહીં
કારણકે
નીચોવનારા તૈયાર બેઠા છે

===============

 

સાહેબ જીવનની સાચી મજા તો ભોળા લોકો જ લે છે,
બાકી લુચ્ચાઓને તો બોલવા માટે પણ પ્લાન કરવો પડે છે.

===============

સમડી ની ઉડવાની ઝડપ જોઇને ચકલી
ક્યારેય ડિપ્રેશનમાં આવતી નથી.

===============

અરીસો છે આ જિંદગી દોસ્ત, તુ હસ જિંદગી પણ હસવા લાગશે.

===============

જ્યારે હજારો સપના તૂટી જાય ને સાહેબ,
ત્યારે તેને જીવિત કરવા માટે બે જ વ્યક્તિ મળે છે.
મા અને બાપ

===============

આપણે બાળપણમાં પરચુરણ લઈને ચોકલેટ ખાવા જતા હતા અને
હવે પરચુરણ ના લીધે ચોકલેટ ખાવી પડે છે.

===============

રાખવી પડે છે લાગણીઓને દિલમાં દબાવીને, સાહેબ
એ (લાગણીઓનો) દરિયો જો તોફાને ચડે ને તો ઘણાને લઇને ડૂબે છે

===============

પીઠ હંમેશા મજબૂત રાખવી, સાહેબ કેમ કે
શાબાશી અને દગો તેની પાછળ જ મળે.

===============

માણસ એક જ કારણથી એકલો થાય છે,
પોતાના ને છોડવા માટે પારકા ની સલાહ લે છે ત્યારે.

===============

મને એવી કયાં ખબર હતી કે “સુખ અને ઉંમર”
ને બનતું નથી, પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો,
પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ.

===============

માણસ વેચાય છે…
સાહેબ… કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની “મજબૂરી”નક્કી કરે છે.

===============

અદભુત છે ને……
“દિવસ” બદલાય છે…
ને એ પણ “અડધી રાતે”.

===============

જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે,
શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ જાય છે.

===============

એમ સંબંધ ના બંધાય
શ્વાસ વગર……
ગોપીઓ પણ નહિ આવે
રાસ વગર…….
જગત માં બનવું છે બધાને રામ….પણ…
વનવાસ વગર.

===============

એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ.
કેમ કરી ભૂલાવી દેશો…આખેઆખો જણ.

===============

એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું…
સાહેબ….
જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો
પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો…

===============

આંખો બંધ થાય તે પહેલા “ઉઘડી” જાય
તો આખો જન્મારો સુધરી જાય.

===============

શબ્દોને શીખવું છું, થોડાં સીધા રહો,
માણસની જેમ મરોડદાર થવું બહુ સારું નથ.

===============

બાવળ ને પણ એ ક્ષણ ગમી હશે,
જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે

===============

છાંયડાની ખોજમાં આ જિંદગી કાઢી નાખી..
રોજ નમતી ડાળને કારણ વિના વાઢી નાખી..!

===============

રૂપથી અંજાયો નથી, સ્નેહ થી ભીંજાયો છું…
તું ક્હે પીછો છોડ, કેમ કહું પડછાયો છું..

===============

કડવી ગોળીને ગળવાની હોય
ચગળવાની ન હોય,
વેદનાને તો
વીસરવાની હોય વાગોળવાની ન હોય..!

===============

” પાસબુક અને શ્વાસબુક –
બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે.
પાસબુકને બેલેન્સથી
અને શ્વાસબુકને સત્કર્મોથી.

===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *