Close

ઘણા પરિવારોની બચત/ રોકાણ કેમ ઘટ્યું ? ….

ક્યાં ગડબડ થઈ ? …..

જાણવા જેવી બાબતો.

1) ઘર દીઠ કાર ખરીદાઈ છે, જે સગવડ આપે છે પણ ઘણા રૂપિયા વપરાવે છે. વર્ષના 12000 કિમી કારમાં ફરવાનો સરેરાસ ખર્ચ રૂ 30000 થાય છે. વીમો રૂ 7000 + કાર સર્વિસ ખર્ચ રૂ 7000 અલગ થી.
કુલ ખર્ચ રૂ 44000. ( પેહલા કાર વગર આશરે સરેરાશ રૂ 10000માં કામ પૂરું થતું હતું)

2) ફોન ખર્ચમાં વધારો… હાલમાં પરિવારમાં 3 થી 4 સ્માર્ટ ફોન વપરાય છે. દર વર્ષે પરિવારમાં 1 નવો સ્માર્ટ ફોન ખરીદાય છે. વાર્ષિક ખર્ચમાં વધારો રૂ 18000 થી 20000

3) વધારાનું બાઈક/મોપેડ. પરિવાર માં 2 બાઈક થયા છે. ખર્ચ રૂ 30000 થી 40000 (બાળકને ભણવા માટે)

4) સેલિબ્રેશન ખર્ચ…. બર્થડે, મેરેજ ડે, વિગેરે.

5) ઘર લાઈફ સ્ટાઇલમાં ધરખમ બદલાવ ….. સરેરાશ વાર્ષિક રૂ 9000 ખર્ચમાં વધારો

6) ભણતર ખર્ચ વધ્યો…. પ્રાઇવેટ શાળાઓ નો ખર્ચ + Tuition ખર્ચ. સરેરાશ પરિવાર દીઠ વાર્ષિક રૂ 20000 વધારાનો ખર્ચ.

7) Personality ખર્ચ (બ્યૂટી પાર્લર + સલૂન + બ્રાન્ડેડ કપડાં) નો ઉમેરો થયો છે

8) મેડિકલ ખર્ચમાં વધારો
9) તહેવાર ઉજવણી ખર્ચ

કુલ ખર્ચમાં વાર્ષિક વધારો
1) કાર = 30000
2) ફોન = 20000
3) બાઈક = 25000
4) સેલિબ્રેશન= 4000
5) ઘર ખર્ચ = 6000
6) શિક્ષણ = 20000
7) Personality ખર્ચ = 3000
8) મેડિકલ = 6000
9) તહેવાર = 6000

કુલ ખર્ચમાં વાર્ષિક વધારો રૂ 120000.

ખર્ચ ખૂબ જ વધ્યો પણ આવક જોઈએ તેટલી નથી વધી….. આથી ઘણા લોકો વ્યાજના ચક્કરમાં આવ્યા અને લોન ખર્ચ નો extra વધારો થયો… જેથી માનસિક તણાવ વધ્યો.

નાણાકીય શાંતિ માટે, ખોટા ખર્ચાઓમાં સૌ એ ઘટાડો કરવો પડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *